એ એક  દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે કે ઘણા દેશોમાં હિન્દુઓ, બૌદ્ધ, જૈન અને શીખો ધાર્મિક સતાવણી ભોગવે છે. ભારત હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મની માતૃભૂમિ છે, તેથી  સ્વાભાવિક છે કે સતાવેલ  હિન્દુઓ, બૌદ્ધ, જૈનો અને શીખો સહાયતા માટે ભારત પાસે  ફક્ત  આશા જ  નથી રાખતા  પરંતુ તે ઘણીવાર ભારત ભાગી પણ  આવતા  હોય છે.

પરંતુ અશાંતિ ઉપજાવતી વાસ્તવિકતા  એ છે કે ધાર્મિક સતામણી થી ત્રાસીને નાસીછૂટી ભારત આવેલા કેટલાંયે  હિંદુઓ નાગરિકતાના અભાવે આજેપણ રાહત શિબિરોમાં સબડી રહ્યાં છે. આજના સંજોગોમાં તેમની માટે વતન પાછા ફરવું મુશ્કેલ છે કારણ તેમ કરતાં કદાચ તેઓએ પોતાનો ધર્મ ગુમાવવો પડશે કે કદાચ મૃત્યુ ને ભેટવું પડશે. એ કેહવું જરૂરી નથી કે ભારતીય મૂળ ધરાવતા આ ધર્મો અને તેના અનુયાયીઓ તરફ ભારતની  સાંસ્કૃતિક જવાબદારી છે.પરંતુ આટલા વર્ષો સુધી તે હિંદુઓ, બૌધ ,જૈન અને શીખોના  અન્ય રાષ્ટ્રોમાં થતા જાતીય અત્યાચાર તરફ  આંખ,કાન અને મોં બંધ રાખી પોતાની ભારે જવાબદારીથી ભારત હમેશા અળગું  રહ્યું છે. લાખો હિન્દૂઓ,બૌધ ,જૈન અને શીખો ના પડોશી રાષ્ટ્રો માં જ નહિ પણ અન્યત્ર થઇ રહેલા નસંહાર પણ આપણી  વિવિધ  સરકારોના  અંતરઆત્માને જગાડી શક્યા નથી એ એ વાત નું પ્રમાણ છે અને માનવી મુલ્યો તરફની તેમની ઉદાસીનતાનું દ્યોતક છે.સમય આવી ગયો છે કે યોગ્ય કાયદાકીય પ્રયોજન અને  નીતિ નિર્ધારણ કરી ભારત અન્ય રાષ્ટ્રોમાં  સતાયેલ હિંદુઓ,બૌધ .જૈન અને શીખો ને આશરો  આપવા અર્થે પોતાની  સાંસ્કૃતિક ફરજ બજાવવાનું શરુ કરે..

આનંદદાયક વાત એ છે કે ભા.જ.પે તેનાં ચુંટણી ઘોષણાપત્ર -૨૦૧૪ માં વચન આપ્યું છે કે “ભારત એ અન્ય દેશોમાં પ્રસાડિત હિંદુઓ માટે પ્રાકૃતિક ઘર સમાન   બની રહેશે અને આવા આશ્રિતોનું ભારતમાં સ્વાગત થતું રહેશે.” તેના અનુસંધાનમાં, કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમમાં સુધારો કરવા માટે 2016 માં લોકસભામાં એક ખરડો   રજૂ કર્યો હતો, જેને  સંસદ ની  ચયન  સમિતિને સોપવામાં આવ્યો હતો  અને  તે આજે પણ લંબિત છે.ખરડાના  વર્તમાન સ્વરૂપમાં થોડી અડચણો  છે. પ્રથમ અડચણ  એ છે કે આ ખરડામાં   ફક્ત અફઘાનિસ્તાન ,પાકિસ્તાન અને બંગલા દેશોમાં પ્રસાડિત લઘુમતિઓનોજ સમાવેશ થયો છે,જ્યારેકે એમાં  કોઈ પણ રાષ્ટ્રમાં પ્રસાડિત ભારતીય મૂળ ધર્મો ના અનુયાયીઓનો સમાવેશ થવો જોઈએ. બીજી અડચણ  એ છે કે આ ખરડામાં  ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ નો  સમાવેશ  કરવાની જરૂર નથી કારણ ભારત ખ્રિસ્તીઓ માટે  પ્રાકૃતિક ઘર સમાન  નથી  જયારે  હિંદુ,બૌધ ,જૈન કે શીખ  જેવા ભારતીય મૂળ ધર્મો ના અનુયાયીઓ  માટે પ્રાકૃતિક ઘર સમાન   છે . વધુમાં ,વિશ્વમાં ૧૦૦ થી  વધુ ખ્રિસ્તી  દેશ છે ,જ્યાં  ખ્રિસ્તીઓ આશરો લઇ શકે છે.ત્રીજી અડચણ  એ છે કે બંધારણમાં આવા ખરડાને  લગતી  કોઈ જોગવાઈ નથી કે જેના આધારે આ ખરડો  ઘડી શકાય અને  તેનાં  અભાવમાં આ ખરડાની  માન્યતાને પડકાર્ર્વામાં આવશે જે મહદઅંશે સાચું છે.એટલેજ આ પ્રકારનો  ખરડો  પારિત કરતાં પહેલા  બંધારણ માં સુધારો કરી  આ માટેની  યોગ્ય જોગવાઈ  કરવી જરૂરી છે.ચોથું એ કે ઉત્તર-પૂર્વ  ભારતના લોકોમાં આ ખરડા સામે થોડો વિરોધ છે.આ લોકોની ગેરસમજને દુર કરવા કેન્દ્ર સરકારે ઉત્તર-પૂર્વ ના લોકોને એ ખાત્રી આપવી જરૂરી છે કે પ્રતાડિત હિંદુ,બૌધ ,જૈન કે શીખોને   નાગરિકતા આપ્યા પછી તેમને ઉતર-પૂર્વ સિવાયના  ભારતના અન્ય સ્થળે સ્થાયી થવા પ્રોત્સાહિત  કરાશે.આથી  જો  અડચણો યુક્ત આ ખરડાને   તેનાં  વર્તમાન સ્વરૂપમાં મંજુરી  મળશે   તો  ટાળી શકાય એવા સંઘર્ષો અને મુકદમાઓનો ભોગ બનશે જેનાથી  પાકિસ્તાન અને બાંગ્લાદેશ વગેરે થી આવેલ અને ખૂબજ  ત્રાસ ભોગવી રહેલ લાખો હિંદુઓ,બૌધ ,જૈન અને શીખ આશ્રીતો માટે સહાયક નહિ રહે.

એટલેજ બંધારણ માં કલમ ૧૧-અ (11-A)નો સમાવેશ કરી તાત્કાલિક સુધારો કરવો ખુબજ જરૂરી  છે અને ત્યારબાદ ૧૯૫૫ ના નાગરિકતાના કાયદામાં સંશોધન કરો જેથી  ભારતના મૂળ ધર્મ પાળનારા  કોઈપણ રાષ્ટ્રના પ્રતાડિત  હિંદુ,બૌધ  ,જૈન અને શીખ ધર્મના નિરાશ્રીતોને  નાગરિકતા   આપી શકાય. પ્રસ્તાવિત સુધારિત કલમ 11-A માની શરત નું ખાસ મહત્વ એ છે કે આ રીતે આપવવામાં આવનારી  ભારતીય નાગરિકતાનો આધાર  વ્યક્તિના હિંદુ,બૌધ ,જૈન કે શીખ હોવાને કારણે થતો ધાર્મિક પ્રતાડ  છે.અને તે વ્યક્તિ જો ક્યારેપણ ધર્મપરિવર્તન કરે તો તે આ  આધાર  ખોઈ બેસે છે. પણ .બીજા શબ્દોમાં કહીએ તો જો  વ્યક્તિ પોતાના મૂળ ધર્મમાં ખૂબ શ્રદ્ધા ધરાવતો  ન હોય અને ભારતીય નાગરિકતા મળ્યા બાદ ગેર-ભારતીય  મૂળ ધર્મ અપનાવવા માગતો હોય   તો તે  વ્યક્તિ એ  પોતાના મૂળ વતનમાં જ કરી શકે અને એણે ભારત  સ્થળાંતર કરવાની   કોઈ જરૂર જ નથી.  બીજો  આ શરતનો નો ઉદ્દેશ પ્રસ્તાવિત સુધારિત કલમ ૧૧-અ ના  આધારને ભારતની નાગરિકતા મેળવવાના માધ્યમ  તરીકે  તેનો  ગેરલાભ લઈ  ભારતને છેતરતી વ્યક્તિઓ સામે છે.

તદનુસાર ,કેન્દ્ર સરકારને વિનંતી છે કે : (i) સંસદમાં લંબિત ૨૦૧૬ ના નાગરિકતા સુધારાને લગતો ખરડો પાછો લે. (ii) નીચે જણાવેલ સંશોધિત કરેલ નવીન કલમનો સમાવેશ કરી બંધારણમાં સુધારો કરે. (iii) ઉપર જણાવેલ બધાજ બિંદુઓને ધ્યાનમાં લઈને વર્તમાન  સંસદના આવનારા  સત્રમાં નાગરિકતા સુધારો ૨૦૧૮ ખરડો લાવી  ૧૯૫૫ ના નાગરિકતા કાયદામાં સુધારો કરે.“

કલમ ૧૧-અ  : બંધારણમાં  કોઈ જગ્યાએ સામેલ  હોવા છતાં ,અને ભારતીય મૂળના ધર્મો એટલેકે હિંદુ,બૌધ,જૈન અને શીખ  તરફ ભારતની સાંસ્કૃતિક ફરજ બજાવવા અર્થે સંસદ કાયદા દ્વારા કોઈપણ રાષ્ટ્રના પ્રતાડિત હિંદુઓ,બૌધ ,જૈનો  અને શીખોને  નીચેની શર્તોને અધીન શીઘ્ર નાગરિકતા આપી શકશે. શરતો: જો કોઈ પ્રતાડિત હિંદુ,બૌધ ,જૈન અથવા શીખ જેને નાગરિકતા પ્રદાન થઇ હોય,જો કોઈ પણ સમયે ગેર -ભારતીય મૂળ ધર્મ અંગિકાર કરે તો :

  1. તેની નાગરિકતા ત્યારથીજ સમાપ્ત થશે.
  2. તેને કોઈપણ જાહેર ઓફિસ અથવા જાહેર રોજગારમાંથી બરતરફ કરાશે
  3. તેની બધીજ ચલ અને અચલ સંપતિ ત્યારથીજ ભારત સરકાર દ્વારા  જપ્ત કરાશે
  4. તે કોઈપણ ચલ કે અચલ સંપતિમાં કોઈપણ જાતના અધિગ્રહણ કે માલિકાના હકની  મનાઈ હશે.“

Leave a Reply