વર્તમાનમાં આપણી સાંસ્કૃતિક પરંપરાના પાલન અને નવી પેઢીમાં તેનાં સંચારમાં બે તરફથી ભય છે.એક તરફ વિદેશી સહાયથી મોટા પાયે સંસ્થાર્ગત  ધર્મપરિવર્તનનું યુદ્ધ આપણા પર થોપાઈ રહ્યું છે  જયારે બીજી તરફ આપણી ધાર્મિક ,સાંસ્કૃતિક પરંપરા અને લોકવારસા પર ભારત રાષ્ટ્ર અને અદાલતો (ઘણી વખત વિદેશી સહાયથી ચાલતી  જાહેર હિત યાચિકાઓ દ્વારા ) દ્વારા થતું  અતિક્રમણ.  

આપણું બંધારણ દરેક નાગરિકને તેમના ધર્મ અને પરંપરાઓનો  મુક્તપણે પ્રચાર, અભ્યાસ અને પ્રસાર  કરવાનો અધિકાર આપે છે. જો કે આ વ્યક્તિગત સ્વતંત્રતા ,સંસ્થાગત ધર્મપરિવર્તન કે જેમાં પ્રલોભન આપી લોકોને ભોળવી અને તેમનું ધર્મપરિવર્તન કરાય છે અને જે  આપણી સંસ્કૃતિ ,ધર્મ અને સાંસ્કૃતિક વારસા પરનું અતિક્રમણ છે ,તેનાથી તદ્દન ભિન્ન છે .સંસ્થાગતરીતે કરાતા ધર્મ પરિવર્તનને કારણે  પૃથ્વીપર કઈકેટલાયે મૂળ ધર્મ ,સાંસ્કૃતિક પરંપરાઓ અને સંસ્કૃતિઓ નાશ પામી હોવાના ઇતિહાસમાં અનેક દાખલાઓ જોવા મળે છે.આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ આધારિત  સૌથી પ્રાચીન સંસ્કૃતિ હોવાથી તેનાં પર ધર્મપરિવર્તન કરનાર પરિબળો દ્વારા ચોતરફી હુમલો થઇ રહ્યો છે.વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા અને ભારતરાષ્ટ્રની  સનાતન ધર્મ  સંસ્કૃતિ રક્ષણ ,સંરક્ષણ અને પાલન ની જવાબદારી વચ્ચે સંતુલન જાળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે  લોકોની વ્યક્તિગત ધાર્મિક અને ધર્મપરિવર્તનની સ્વતંત્રતા બની રહે પણ સંસ્થાગતરીતે આપણા ધર્મ ,સંસ્કૃતિ અને પરંપરાઓ પર હુમલો કરી ધર્મપરિવર્તન કરનારી પ્રવૃત્તિ પર નકલ કસવામાં આવે.

આપણા દેશમાં હિન્દૂ સમાજમાં પ્રવર્તતી ધાર્મિક,અધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓની  વિવિધતાઓને વિદેશી તાકાતોના ઈશારે  એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા  અદાલતોમાં  પડકારાઈ રહી છે જેમને આ બાબતો સાથે નાવાનીચોવાનો પણ સબંધ નથી.ધર્મગ્રંથ આધારિત ધર્મોથી વિપરીત હિંદુ ધર્મના  વિવિધ વર્ગો  આધ્યાત્મ અને ભૌતિક  જીવન વચ્ચેનો  તાલમેલ સાચવતા વિવિધ ઉત્સવ, ,વ્રત અને પ્રદર્શન ઉજવે છે. હિન્દૂધર્મ ની  ધમણી સમાન આ પ્રથાઓ વર્ષોવર્ષો થી વિકાસ પામેલી છે જેને કોઈ ધર્મગ્રંથની સ્વીકારીયતા કે સમર્થન ની જરૂર નથી.આ પરંપરાઓ વર્ષોથી  અવિરલ ચાલી આવી છે  કારણ સમાજ માટે તે અમૂલ્ય છે અને પારકી આંખે તેને પારખવાની જરૂર નથી. એવું ઘણી વાર જોવામાં આવ્યું છેકે જેને વિજ્ઞાન “પછાત “ કહેતું હતું એવી કેટલીક પ્રથાઓ જેવી કે કેટલીક  “આહાર પ્રથાઓ” ને સમયાંતરે વિજ્ઞાને બિરદાવી છે.પ્રસાર માધ્યમો દ્વારા નાટકીય પ્રચાર દ્વારા કેટલાક ગુલામ માનસવાદિ તત્વો ગુવડ નજરે આ પ્રથાઓને “અજ્ઞાન “,”અંધશ્રદ્ધા” કે “બર્બર” ખપાવી અને કહેવત છે કે “કુતરાને બદનામ કરો અને ફાંસીએ ચડાવો “ એમ વિવિધ જનહિત  યાચિકાઓ ( PILs)  વગેરે  દ્વારા તેમને સમાપ્ત કરવાના સતત પ્રયત્નો કરે છે.આપણી પરંપરાઓને   સ્વયં  સિવાય   કોઈપણ સમર્થન કે સાબિતીની જરૂર નથી અને આપણા સમાજપાસે  જરૂરપડે રૂઢીસુધાર માટે પુરતી ક્ષમતા અને કાબેલ સમાજ સુધારકો છે અને ચોક્કસપણે આ અદાલતોનો વિષય નથીજ.

આપણી વર્ષોજૂની ધાર્મિક ,સાંસ્કૃતિક અને લોકપ્રથાઓમાં અદાલતી હસ્તક્ષેપ  ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ  અત્યંત નુકશાનકારી  ઠરી  રહ્યો  છે અને વર્ષોથી દેશમાં  પ્રવર્તતી સુંદર  વિવિધતાને પોષી રહેલી આપણી  અનોખી પ્રથાઓ માટે પ્રાણઘાતક નીવડયો  છે. આપણા સદીઓપુરાણા રીતિરીવાજો માં આવો અનિચ્છનીય હસ્તક્ષેપ  ટાળી શકાય એવા સામાજિક સંઘર્ષો જેવાકે જલીકટટુ,દહીં હાંડી ,સબરીમાલા ,શની મદિર ,કમ્બાલા વગેરે સર્જે છે.

આપણી પ્રાચિન સંસ્કૃતિ પર તોળાઈ રહેલા આ બંને ભયના વાદળોને કારણે તેના અસ્તિત્વ પર જ સવાલ થયો છે.એ એક વિટંબણા જ છે કે આપણા પૂર્વજોએ જેને આસુરી શક્તિઓ ના આક્રમણ,વિદેશી સત્તા  અને અત્યંત વિષમ પરીસ્થિતિઓમાં જીવંત રાખી અને આપણા સુધી પહોચાડી એવી આપણી સંસ્કૃતિને સ્વતંત્ર ભારતના  આપણે  હિન્દૂઓ  લુપ્ત થવા દઈ રહ્યા છીએ. વારસામાં મળેલ  કોઈપણ મૂર્ત કે અમૂર્ત ધાર્મિક અને સાંસ્કૃતિક સંપતિને નષ્ટ  કરવાનો કે તેની  મૂલ્યક્ષતિ કરવાનો આપણને કોઈ અધિકાર નથી.આપણી એ બંધનકારી જવાબદારી છે કે આપણને મળેલા આ વારસાને આપણે નવી પેઢી ને વધારા સાથે નહિ તો કમસેકમ આપણને મળેલી સ્થિતિમાં સોંપીએ.

આપણે જો આ હીનભાવના થી ઉપર નહિ ઉઠીએ તો આપણી સંસ્કૃતિનો એ જ હાલ થશે જે અન્ય મૂર્તિપૂજક પેગન સંસ્કૃતિઓ જેવી કે  મિસોપોટેમિયા ,રોમ ,ગ્રીક ,ઝોરોસ્ત્રિયન-પર્સિયન ,ઇનકા ,માયા એઝટેક વગેરે નો થયો.

સંયુક્તરાષ્ટ્ર ના “મૂળ નિવાસીઓના હક -૨૦૦૭ (UNDRIP)”ઘોષણાપત્ર કે જેનો ભારત પણ પક્ષકાર છે ,સભ્ય રાષ્ટ્ર પર, શાસન અને જાહેર નીતિ  હસ્તક્ષેપ દ્વારા  મૂળ નિવાસીઓના ધાર્મિક,અધ્યાત્મિક,સાંસ્કૃતિક અને જ્ઞાનપ્રણાલીઓ ના રક્ષણ,સંરક્ષણ ,પાલન અને પ્રચાર માટે કેટલીક  જરૂરી અને બંધનકર્તા જવાબદારી સોંપે છે.બંધારણની કલમ ૨૫૩ સંપૂર્ણ ભારત માટે આંતરરાષ્ટ્રીય  સંમેલનો વગેરેના કોઈપણ વિષય પર કાયદો ઘડવા સક્ષમ બનાવે છે. આથી જ,  સનાતન ધર્મ કે જે આપણી સંસ્કૃતિનું ઉદભવસ્થાન છે અને જે અનેક રૂપમાં  અભિવ્યક્ત થઇ રહ્યો છે ,તેનાં રક્ષણ,સંરક્ષણ ,પાલન અને પ્રસાર માટે કેન્દ્ર સરકાર  આંતરરાષ્ટ્રીય જવાબદારીથી બંધાયેલ છે.

સંસ્કૃતિના મજબુત પાયા પર ભારતનિર્માણની  ભા.જ.પ.ની અવિશ્વસનીય પ્રતિબદ્ધતા નીચે જણાવેલ તેનાં  ૨૦૧૪ ના ચુંટણી ઘોષણાપત્ર થી પ્રતીત થાય છે.

“ભા.જ.પ. એ વાત નો સ્વીકાર કરે છે કે કોઈ પણ રાષ્ટ્ર પોતાની ઓળખ,ઈતિહાસ .મૂળ,શક્તિ અને નિષ્ફળતાઓને સમજ્યા વગર પોતાની રાષ્ટ્રીય કે વિદેશી નીતિઓનું નિર્માણ ન કરી શકે. આજના ગતિશીલ અને વૈશ્વિકરણ કાળમાં રાષ્ટ્ર માટે પોતાના મૂળ કે જે તેની પ્રજાને પોષિત કરે છે તેની જાણ હોવિ  એ જરૂરી છે .”

“તિલક, ગાંધી, ઓરોબિંદો, પટેલ, બોસ અને અન્યો દ્વારા પ્રેરિત ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષમાં  ભારતની  સાંસ્કૃતિક  સભાનતાની સ્પષ્ટ દ્રષ્ટિ હતી. આ નેતાઓએ તેમની કાર્યવાહીના મધ્યમાં ભારતીય રીવાજો  અને વિચારોને જાળવી રાખીને સ્વતંત્રતા ચળવળને નિર્દેશ આપ્યો હતો. તેઓ સંસ્કૃતિની  સભાનતાના સાતત્ય તરીકે ભારતની રાજકીય અને  આર્થિક સંસ્થાઓનું પુનઃનિર્માણ કરવાની  દ્રષ્ટિ ધરાવતા હતા, જેના  થકી  ભારત એક દેશ, એક લોક અને એક રાષ્ટ્ર બની શકે “.

“સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રના શીરોપારી નેતાઓ  સ્વતંત્રતા સંગ્રામેં જગાવેલ મૂળ  આત્મા અને દ્રષ્ટિ ગુમાવી બેઠા……એ અત્યંત દુખદ છે કે આ નેતાઓ ભારતની આંતરિક જીવનશક્તિ કે જે વિદેશી હુમલાઓ સામે  અને વિદેશી સત્તા સમયે પણ અસ્તિત્વ  માટે  નું મુખ્ય પ્રેરક બળ હતી  ,ને સમજી ના શક્યા .અને ભારતના આત્મા ને ફરી જગાડવામાં નિષ્ફળ રહ્યા.”

“ સ્વાતંત્ર્યના સાત  દાયકા પછી  પણ રાષ્ટ્ર પોતાની આંતરિક જીવનશક્તિ ,સમય ની સૂઝ કે કાર્ય કરવાની ઇચ્છાશક્તિ  જાણી શક્યું નથી.જેને  કારણે સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને યુવા રાષ્ટ્ર હોવા છતાં  રાષ્ટ્ર  બહુઆયામી સંકટો થી ઘેરાયેલ છે……………સ્થિતિનું   કારણ અને તેનાં  નિવારણની  સમજ ના અભાવે સંકટ ઔર ગહેરાતું જાય છે.”

તેથી, ભાજપ દ્વારા તેના ચૂંટણી ઘોષણાપત્ર-૨૦૧૪  માં આપવામાં આવેલી પ્રતિબદ્ધતાને પગલે અને સંયુક્તરાષ્ટ્રના ”મૂળ નિવાસીઓના હક -૨૦૦૭ (UNDRIP)”ઘોષણાપત્રમાંની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને અમલી જામો પહેરાવવા કેન્દ્ર સરકારને વિનંતી છે કે તે સંપૂર્ણ ભારત માટે  “ધાર્મિક  સ્વતંત્રતા (મૂળ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ અને સંસ્થાકીય ધર્મ  પરિવર્તન પ્રવૃત્તિ પ્રતિબંધન ) અધિનિયમ” નો કાયદો  રચી તેને હાલ ની સંસદના  આગામી સત્રમાંજ  ત્વરિત અમલમાં લાવે.

સંસદના  બંને સદનોમાં  આ કાયદો  પસાર થાય ત્યાં સુધી એક વિકલ્પ તરીકે  એક અધિનિયમ (Ordinance) જાહેર કરી તેનો ત્વરિત અમલ કરો

Leave a Reply