હજારો  હિંદુ ધર્મસ્થાનો ને અપવિત્ર કરાયા હતા કે તેમનો નાશ કરાયો હતો અને ગણા જીર્ણ થયેલ છે અથવા ત્યજી દેવાયેલ છે.છતાંપણ આજે,૭૦ વર્ષની આઝાદી પછી  પણ આમાંના ગણાયે અનુપયોગી અને મરમ્મત વગરના છે.એટલેજ એ જરૂરી છે કે આ બધાજ હિંદુ મંદિરો અને  પવિત્ર સ્થાનો કે જે જીર્ણ હાલતમાં છે ,અપવિત્ર અને વિધ્વંસછે જેમાં   ભારતીય પુરાતત્વ વિભાગ  (ASI) અને રાજ્યોના પુરાતત્વ વિભાગો દ્વારા સંચાલિત સ્થાનોનો પણ સમાવેશ થાય છે , એ બધાનું  મૂળ સ્થતિમાં પુનર્નિરમાણ કરી તેમાં પૂજાવિધિ માટે યોગ્ય બનાવવા જોઈએ આ ઉપરાંત, વેદ પાઠશાળાઓ , પરંપરાગત અને લોક કલા સ્વરૂપો, સાહિત્ય, નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે, જે આપણો અમૂર્ત વારસો છે અને સનાતન  ધર્મ અને સંસ્કૃતિના પોષણ  અને પરિવહન માટેનાં સાધનો છે , તે  સર્વેનો  તેમના સંરક્ષણ અને સાધકો ની જીવિકાના અભાવે નાશ થઇ રહેલ છે. એ કહેવું જરૂરી નથી કે સનાતન ધર્મ એ આપણી સંસ્કૃતિનો પાયો છે અને જો તેનું  પોષણ અને સંરક્ષણ નહિ કરવામા આવે તો આ મહાન અને એક માત્ર અતિપ્રાચીન સંસ્કૃતિ નજીક ભવિષ્યમાં  નાશ પામશે જેને મમતે આઝાદ ભારતના આપણે હિંદુઓ પૂર્ણપણે જવાબદાર હોઈશું.

આથી ,૨૦૧૪ ના ભા.જ.પ.ના ચુંટણી જાહેરનામામાં જણાવેલ તેની  નિર્વિવાદ વચનબદ્ધતાના પગલે-જે   આ જાહેરનામાની  પ્રસ્તાવના અને તેનાં ઉપશીર્ષક “વિરાસત સ્થળો (હેરીટેજ સાઈટ્સ),સંસ્કૃતિના મજબૂત પાયા પર આધુનીક ભારત ની રચના” માં છલકાય છે,અમો કેન્દ્ર સરકારને અરજ કરીએ છીએ કે  રુપિયા ૧૦૦૦૦ કરોડ થી ઓછી નહિ એવી બીજ રાશી અને તેટલીજ વાર્ષિક રાશિના નિયમિત અનુદાન સાથે “હિન્દવ સંસ્કૃતિ જીર્નોદ્ધારણ નિગમ” ( Hindu Culture Restoration Corporation) ના રૂપમાં એક  કેન્દ્રિય જાહેર નિગમ (PSU) ની સ્થાપના કરવામાં આવે. તેના કાર્યોની સૂચિમાં  તમામ ક્ષતિગ્રસ્ત, અપવિત્ર થયેલ , ત્યજી દેવાયેલ  અને જીર્ણ થયેલ  હિન્દુ મંદિરો અને પવિત્ર સ્થાનોના પુનર્નિર્માણ અને પુનઃસ્થાપનનો; તેમજ વેદ પાઠશાળાઓ , વિવિધ પરંપરાગત અને લોક કલા સ્વરૂપો, નૃત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, પેઇન્ટિંગ વગેરે ના પુનર્જીવન, પાલનપોષણ અને પ્રોત્સાહન નો સમાવેશ થવો જોઈએ. આ કારણે  પરંપરાગત ક્ષેત્રોમાં રોજગારી અને રોજગારીની તકો પણ ઊભી થશે.

Leave a Reply