ઢોરનું મહત્વ ધર્મની પરે છે, કારણ કે ઢોર ગ્રામીણ અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. માંસ /ગૌમાંસની નિકાસમાં તીવ્રગતિના વધારા સાથે, ભારતે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન આશરે 14 લાખ ટનની નિકાસ કરી માંસ / ગૌમાંસનો સૌથી મોટો નિકાસકાર હોવાની કુખ્યાતિ મેળવી છે. કેન્દ્ર સરકારે માંસ / ગૌમાંસના નિકાસને ભારે પ્રોત્સાહન આપ્યું હોવાથી સ્થાનિક બજારમાં માંસ / ગૌમાંસના ભાવ આસમાને પહોચ્યા છે.આને કારણે ગૌમાંસ/માંસ માફિયાનો વિકાસ થયો છે અને પશુ ચોરી, મોટા પાયે પશુઓનું સ્થળાંતર ,ગેરકાયદેસર કતલ ,નિકાસ અને પાડોશી દેશોતરફ પશુ તસ્કરી ના બનાવોમાં ચોકાવનારો વધારો થયો છે.
રાજ્ય સરકારો ગૌમાંસ/માંસ ના માફિયા ને રોકવામાં અસફળ રહી હોવાથી ,સ્થાનિક સમુદાયો સાથે મળીને આ ત્રાસદીનો સામનો કરી રહ્યા છે કારણ કે પશુઓ ,ખાસ કરીને ગાયો સાથે તેમની ધાર્મિક ભાવના જોડાયેલ હોવા ઉપરાંત ત્તેમનું પશુધન અને આજીવિકા લુંટાઈ રહી છે.ગૌમાંસ/માંસ માફીઆની આ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના પ્રતિકારને કારણે સ્વાભાવિક રીતેજ કાયદા અને વ્યવસ્થાની સમસ્યા સર્જાય છે જેને ખુબજ પૈસો અને બાહુબળ ધરાવતાં આ ગૌમાંસ/માંસ માંફીઆને ઈશારે ખોટી રીતે “ભીડ હિંસા ( mob lynching)” તરીકે વગોવવામાં આવે છે.દેશ અને સરકારની છબી ખરાબ કરવાના આ ભયાવહ હેતુ ઉપરાંત , આ જુઠા અભિયાનના વ્યાપક પ્રચાર ની એટલી અસર થઇ છે કે દેશની શીર્ષ અદાલતે સરકારને ભીડહિંસા સામે કાયદો ઘડવાની હિમાકત કરી છે.
આ અસહાય ગાથા માટે ભારતીય રાષ્ટ્ર સંપૂર્ણરીતે જવાબદાર છે. કારણ:
(i) પ્રથમ તો બંધારણ ની કલમ ૪૮ નો સંપૂર્ણ અનાદર કરી કેન્દ્ર સરકાર ગૌમાંસ/માંસ ની નિકાસને વિવિધ પ્રકારે પ્રોત્સાહિત કરી રહી છે જેથી કરી આજે ભારત દુનિયાનું સૌથી વધારે ગૌમાંસ/માંસ નિર્યાત કરતુ રાષ્ટ્ર બન્યું છે.
(ii) બીજું કે રાજ્ય સરકારો ગૌમાંસ/માંસ માંફીઓ ની પશુ-તસ્કરી સામે કાનૂની પગલાં લેવામાં વિફળ રહી છે.
આથી કરી અમો કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનતી કરીએ છીએ કે:
(i)પશુધન,ગૌમાંસ ,માંસ અને તેની પેદાશોપર સંપૂર્ણ પ્રતિબંધ લાવો.
(ii)એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ઍક્ટ, 1985 માં સુધારો કરી તેમાં “માંસ, માંસ ઉત્પાદનો અને કતલખાના ” શબ્દોને હટાવો.
(iii) ભા.જ.પ.ના ૨૦૧૪ના ચુંટણી ઘોષણાપત્રમાંના વચન પ્રમાણે બંધારણની સાતમી સુચીમાંની સંયુક્ત યાદીમાંની અનુસૂચી ૧૭ માં જણાવ્યાં પ્રમાણે છતીસગઢ કૃષિ વિષયક પશુધન સંરક્ષણ કાયદો-૨૦૦૪ ની તર્જ પર રાજ્યોના વિવિધ કાયદાઓ હટાવી સંપૂર્ણ ભારત માટે એક “કૃષિવિષયક પશુધન સંરક્ષણ કાયદો “ પસાર કરોવધુમાં અમો વિનંતી કરીએ છીએ કે આ કાયદાની પ્રક્રિયા હાલની સદનના આગામી સત્રમા પૂરી કરવામાં આવે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સદનમાં કાયદો પસાર થાય ત્યાં સુધી આ બાબતે એક અધ્યાદેશ જારી કરવામાં આવે.