આપણા બંધારણ પ્રમાણે રાષ્ટ્રનો કોઈ ધર્મ નથી હોતો અને તેથી તમામ ધર્મ પ્રત્યેનું તેનું વર્તન પણ સમાન હોવું જોઈએ.બંધારણ સભાની ચર્ચાઓ વિશેની પેટાપૂર્તિઓમાં જણાવ્યાં મુજબ બહુમતિમાટે ધારીલીધેલ હકોને દેશના ભાગલા પછીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને લગુમતીનો વિશ્વાસ જીતવા માટે અલગથી સ્પષ્ટ કરાયા હતાં કોઈ પણ સંજોગોમાં, લઘુમતીનેમાટે સ્પષ્ટ રીતે આપવામાં આવેલા અધિકારોને બહુમતીમાટે નકારવાનો આપણા બંધારણના નિર્માતાઓનો કોઈજ ઇરાદો નહોતો. છતાં લાંબેગાળે બંધારણ ની ૨૬ થી ૩૦ ની કલમોની જોગવાઈ ફક્ત લઘુમતીઓ માટેજ છે એવું અર્થઘટન કરી લઘુમતિઓને અપાતા હકો માંથી બહુમતિ ધરાવતાં હિન્દૂઓને બાકાત રાખવામાં આવ્યા. જેથી તેઓમાં તેમની સાથે ભેદભાવ થતો હોવાની ની અસ્વસ્થ લાગણી પ્રવર્તે છે.એ કેહવું જરૂરી નથી કે રાષ્ટ્રના કોઈપણ હિસ્સાના નાગરિક કે પછી બહુમતી કે લઘુમતીમાં પ્રવર્તતી વાસ્તવિક કે કલ્પિત ભેદભાવની લાગણી એ રાષ્ટ્ર ની એકતા અને અખંડતા માટે નુકશાન કારક છે.
બહુમતી હિન્દુઓ પર બંધારણીય રીતે લાદવામાં આવેલી આ અસમર્થતાની સમસ્યાને ધ્યાનમાં લઈને જ સ્વ. સૈયદ શાહબુદ્દીને ૧૯૯૫ માં લોકસભામાં ખાનગી સભ્ય બિલ ન. ૩૬ રજુ કરી કલમ ૩૦ માંની જોગવાઈનો વિસ્તાર કરી “લઘુમતી “ની જગ્યાએ “તમામ નાગરિક “ શબ્દનો પ્રયોગ કરી સમાજ ના સર્વ વિભાગ અને સમુદાયોનો સમાવેશ કરવાની પહેલ કરી હતી .
આ દેશના તમામ નાગરિકો વચ્ચે સમાનતાને પુનઃસ્થાપિત કરવા માટે, આ ભેદભાવપૂર્ણ કાનૂની જોગવાઈને નાબૂદ કરવાની અતિ આવશ્યકતા છે અને આ કલમ 26 થી ૩૦ માં યોગ્ય સુધારા દ્વારા સમાજના તમામ વિભાગોમાં બંધારણીય અને કાયદેસર સમાનતા પૂરી પાડવાની અત્યંત જરૂર છે જેથી આપણે હિન્દૂઓ પણ લઘુમતીઓ ને મળતા તમાંમ લાભ અને હક મેળવી શકીએ જેવાકે ધાર્મિક સ્થળોનું સંચાલન (મંદિર અને ધાર્મિક ભંડોળ)સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિ, વિવિધ યોજનાઓનો લાભ તેમજ અન્ય ફાયદા .શૈક્ષણિક સંસ્થાઓમાં પરંપરાગત ભારતીય જ્ઞાન અને ભારતના પ્રાચીન ગ્રંથોના અધ્યયન માટે ની જોગવાઈ સરકાર અને તેની એજન્સીઓના અન્યાયી દખલ વિના આપણી પસંદગીના શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન.
આ સંદર્ભમાં, ડૉ.સત્યપાલ સિંહ (પ્રધાન બનવાના પહેલા) દ્વારા બંધારણની કલમ 26 થી 30 માં સુધારો કરવા માટે લોકસભામાં 2016 માં ખાનગી સભ્ય બિલ નંબર 226 રજૂ કરવામાં આવ્યુ હતું..અમે પુનરોચ્ચાર કરતાં જણાવીએ કે આ બિલમાં સૂચવેલ સુધારાથી કોઈ પણ સમુદાય કે જૂથ ના હક છીનવાતા નથી પરંતુ અત્યારે ફક્ત લઘુમતીઓને મળતા લાભો અને હક હિન્દુઓ સહીત સમાજ ના અન્ય નાગરિકો ને પણ મળે અને કાયદામાં સર્વને સમાનતા મળે એવો પ્રયાસ છે. આ સાથેજ વિચારાર્થે : (i) લોકસભામાં ડૉ. સત્યપાલ સિંઘના ખાનગી સભ્યનો બિલ નંબર 226 ની નકલ (ii) લોકસભામાં રજુ કરાયેલ સૈયદ શાહબુદ્દીનના ખાનગી સભ્યની બિલ નં. 36 ની નકલ ક્રમશઃ પરિશિષ્ટ II અને III અનુક્રમે જોડેલ છે.
તદનુસાર, લોકસભામાં લંબિત ડૉ.સત્યપાલ સિંહના ૨૦૧૬ના ખાનગી સભ્ય બિલ નંબર 226 ને , બાકી રહેલા સંસદના આગામી સત્રમાં પસાર કરવા અમે વિનંતી કરીએ છીએ.