ભા.જ.પ. સારી રીતે જાણે છે કે બંધારણ ની કલમ ૩૭૦ કાશ્મીરમાંની અંતહીન સમસ્યાનું જડ છે અને જે રાષ્ટ્રીય એકીકરણમાં સૌથી મોટો અવરોધ છે.તેથીજ તે કલમ ૩૭૦ ને રદબાતલ કરવા સતત માંગ  કરી રહ્યું છે. પોતાના ૨૦૧૪નાં ચુંટણી ઘોષણા પત્રમાં ભા.જ.પે  તેની આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો   છે.જ્યાં સુધી આ કલમ રદ નહિ થાય ત્યાં સુધી કાશ્મીર સમસ્યા હલ થઇ શકશે નહિ.વધુમાં,અનિષ્ટ કલમ ૩૭૦ની સાથેસાથે મતદારસંઘના  અયોગ્ય સીમાનિર્ધારણથી કાશ્મીર ખીણ ને પ્રભુત્વ મળે છે અને લગભગ રાજ્યના બધાજ મુખ્યમંત્રીઓ કાશ્મીર થી આવેલ છે જેને કારણે કાશ્મીરની તુલનામાં  જમ્મુ અને લડાખની અવગણના થઇ રહી છે. તદુપરાંત, સાંસ્કૃતિક રીતે પણ આ  ત્રણ પ્રદેશો અલગ છે. જેથી ત્યાં ધર્મ  અને સંસ્કૃતિના વિનાશ અથવા કાશ્મીર દ્વારા અતિક્રમણ થવાનો ભય છે  જેવું  કે થોડા વર્ષ પૂર્વે કાશ્મીરી  હિંદુઓ સાથે થયું હતું. એટલે જ જમ્મુ-કાશ્મીર પ્રદેશનું તાત્કાલિક ત્રિભાજન થવું જરૂરી છે જેથી કરી જમ્મુ અને લડાખ પ્રદેશો પોતાની જનસંખ્યા  તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો સાચવી શકે.કાશ્મીરી હિન્દૂઓની સતામણી અને  નરસંહાર જેવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે,કેન્દ્ર સરકારને તાકીદે વિનંતી છે કે :

  • ભા.જ.પ. ના ૨૦૧૪ ના ચુંટણી ઘોષણાપત્રમાં આપેલ વચન પ્રમાણે બંધારણની કલમ ૩૭૦ ને રદબાતલ કરો અને તેનાં અંતર્ગત ૧૯૫૪ ના સંવિધાન (જમ્મુ -કાશ્મીર અર્થે)[ Constitution (Application to J&K) Order, 1954] આદેશને પણ રદ કરો જેથી કરી બંધારણ માં થયેલ સુધારા જેવાકે ૩૫- અ (35A)  સમાપ્ત થાય.
  • જમ્મુ-કાશ્મીર નું કાશ્મીર,લડાખ અને જમ્મુ રાજ્ય/કેન્દ્રશાષિત પ્રદેશ તરીકે ત્રિભાજન કરો.
  • કાશ્મીરી હિન્દુઓના પુનર્વસન સુધી તેમને  “આંતરિક રીતે વિસ્થાપિત થયેલ “ ચિન્હિત કરી સંબધિત સર્વ લાભ  મળી શકે તે માટે એક કાયદો ઘડો.

Leave a Reply