ભારત આત્મનિર્ભર સાર્વભૌમ રાષ્ટ્ર છે જેને વિદેશી દાનની જરૂર નથી.એક પ્રખ્યાત અમેરિકી કહેવત પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન ક્યારેય મફત નથી હોતા.વિદેશી દાન નિશ્ચિત અથવા સૂચિત હેતુસર આપાય છે જેનો ઉપયોગ આપણા સમાજના ભંગાણ,વસ્તીને લગતા ફેરફારો ,રાષ્ટ્રના વિભાજન ,સામાજિક અસંતોષ પોષવા,આપણા સામાજિક, આર્થિક અને તકનિકી વિકાસને રુંધવા અને વિદેશી તાકતોના બદઈરાદાઓ સાકાર કરી આપણને માનસિક રીતે ગુલામ બનાવવા વગેરેમાં થાય છે.
કહેવાતા નોન-પ્રોફિટ (નફારહિત) કે નોન-કોમર્સિઅલ (બિન વ્યવસાયો) ક્ષેત્ર દ્વારા મેળવાતું મોટું નાણા ભંડોળ વિદેશી સરકારો તથા વિદેશી ગૈરરાજકીય તત્વો સંલગ્ન સંસ્થાઓ દ્વારા પેદા કરાય છે.
એ એક ખુલ્લું રહસ્ય છે કે માનવીય અને સામાજિક સહાયના નામે મળતી આ વિદેશી સહાયનો ઉપયોગ મોટાભાગે દેખીતી કે અદેખીતી રીતે આપણી કાર્યકારી,ન્યાયિક અને વિધાયિક પ્રક્રિયા પર અસર કરી લોક્શાહી પ્રથાઓ અને રાષ્ટ્રીયનિષ્કર્ષને હાની પહોચાડવાનો છે.
જે લોકો ભારતના કહેવાતા “સિવિલ સોસાયટી સમાજ” નું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે તેમને વ્યંગાત્મક રીતે તે સમાજ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું નથી પરંતુ વિદેશી સરકારો અને સંસ્થાઓ દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, વિદેશી ફાળાના આ પ્રાપ્તિકર્તાઓ ઘણી વખત તેમના વિદેશી માસ્ટર્સના વિનાશકારી ઉદ્દેશો માટે આપણા સમાજમાં અસ્થિરતા પેદા કરવા માટે દેખીતી અને અદેખીતી રીતે કાર્ય કરે છે.
નીચે આપેલા સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, કેન્દ્રમાની વિવિધ સરકારો અને હાલની કેન્દ્ર સરકારના આ ભંડોળને લગતા કાયદાના ચુસ્ત અમલ અને પાલન કરી તેને નાથવાના શ્રેષ્ઠ પ્રયત્નો હોવા છતાં તેની સંખ્યામાં સતત વધારોજ જોવા મળે છે જેને પરિણામે આપણી આંતરિક બાબતોમાં વિદેશી દખલ સતત વધી રહી છે.:
Sl No | Year | Amount received under FCRA | Reference |
1 | 2010-11 | Rs. 10,865/- Crores | MHA L. No. II/21011/58(974)/2017-FCRA-MU dated 07-11-2017 in reply to RTI application. |
2 | 2011-12 | Rs. 11,935/- Crores | |
3 | 2012-13 | Rs. 12,614/- Crores | |
4 | 2013-14 | Rs. 14,853/- Crores | |
5 | 2014-15 | Rs. 15,297/- Crores | |
6 | 2015-16 | Rs. 17,765/- Crores | |
7 | 2016-17 | Rs. 18,065/- Crores | PIB Press Release dated 1st June 2018 of MHA |
આપણે જયારે કુદરતી આફતોના સમયે પણ વિદેશી સહાયનો અસ્વીકાર કરીએ છીએ તો રાષ્ટ્રના વિભાજનકારી વિદેશી મુડીનો પણ અસ્વીકાર કરવો જોઈએ. રાહત,પુનર્વસન,ધાર્મિક અને અનુદાન માટેના કાર્યો તેમજ લોબિંગ માટે પણ જોઈતી મૂડી દેશમાંથીજ ઉભી કરવા આપણે શક્તિમાન છીએ.
એટલેજ,ગેરસરકારી તેમજ અન્ય સમૂહોને મળતી વિદેશી સહાય પર સંપૂર્ણ પ્રતિબંધ અતિ આવશ્યક છે.આ ઉપદ્રવનો આ એકમાત્રજ ઈલાજ છે કારણ કે શ્રેષ્ઠ અને સારા ઈરાદા સાથે ઘડાયેલ કાયદામાં પણ ખામીઓ શોધીજ શકાય છે.
વિદેશોમાં વસતા પણ માતૃભૂમિ સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતાં દેશવાસિયોના અમૂલ્ય ફાળા વિશે ભારત સભાન બન્યું છે. એટલે ફક્ત આ વિદેશી ભારતીય નાગરિકો તરફથી પરંપરાગત ભારતીય જ્ઞાન અને પ્રાચીન ભારતીય ગ્રંથોના પ્રચાર, સંશોધન અને અધ્યયન માટે ફક્ત વ્યક્તિગત રૂપે મળેલી ,પરંતુ સંસ્થાગત નહિ એવી સહાયને જ આ પ્રતિબંધમાંથી છૂટ હોવી જોઈએ.
પરોપકારી વિચારધારાવાળા અન્ય વિદેશીઓ તેમજ વિદેશી ભારતીયો જેઓ પરંપરાગત ભારતીય જ્ઞાન અને પ્રાચીન ભારતીય ગ્રંથોના પ્રમોશન, સંશોધન અને અધ્યયન સિવાયના ઉદ્દેશ્યો માટે યોગદાન આપવા માંગે છે, તેમનું વડા પ્રધાન રાહત ભંડોળમાં યોગદાન આપવા માટે સ્વાગત છે
આથી અમે વિદેશી ફાળો (નિયમન) અધિનિયમ (FCRA) 2010 ને રદ કરીને વિદેશી યોગદાન (પ્રતિબંધ) અધિનિયમ, 2010 ની વર્તમાન સત્રમાં, ઉપર જણાવેલા વિદેશી ભારતીયો ના અપવાદ સિવાયના અન્ય પ્રકારના વિદેશી યોગદાનને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરીને “વિદેશી યોગદાન (પ્રતિબંધ) કાયદો” રજુ કરી તાત્કાલિક પસાર કરવા વિનંતી કરીએ છીએ.
સંસદના બંને સદનોમાં આ કાયદો પસાર થાય ત્યાં સુધી એક વિકલ્પ તરીકે એક અધિનિયમ (Ordinance) જાહેર કરી તેને અમલી બનાવો..