ઉચ્ચ અને તકનિકી શિક્ષામાં સ્થાનિક ભાષાના પ્રયોજન થી વિશ્વના બધાજ  પ્રમુખ રાષ્ટ્રો વિકસિત થયાં છે.એ એક દુખદ સ્થિતિ છે કે ૭૦ વર્ષ પછી પણ ફક્ત વચગાળા માટે માન્યતાપ્રાપ્ત  અંગ્રેજી  ભાષા આજે પણ ભારતના માનસપટ પર રાજ કરે છે.કોઈપણ ભારતીય સુપ્રીમ કોર્ટ કે મોટા ભાગની હાઇકોર્ટમાં પોતાની માતૃભાષામાં દલીલ કરી શકતો નથી,તે પોતાની ભાષામાં તકનિકી કે  વ્યવસાયિક પદવિ પ્રાપ્ત કરી શકતો નથી અને દરેક પ્રકારના સાહસના ક્ષેત્રોમાં અંગ્રેજી એક રુકાવટ બની  છે.

પ્રાથમિક શિક્ષણમાં અંગ્રેજી માધ્યમ ઠોંસી દેવાથી આ સ્થિતિમાં સુધારો નહિ આવી શકે .યુનેસ્કો માર્ગદર્શિકાઓએ દાયકાઓ સુધી જણાવ્યું છે કે બાળક તેમની માતૃભાષામાં શ્રેષ્ઠ શીખે છે અને અનેક માત્રાઓમાં પ્રકાશિત વૈજ્ઞાનિક સંશોધન પણ એનું સમર્થન કરે છે. તમામ સ્તરે અંગ્રેજી ઠોકી દેવાથી  તે ભારતીય બાળકોને માનસિક અપંગ બનાવે છે અને ડીજીટલ અને વૈજ્ઞાનિક દુનિયાની તકો અને પડકાર સામેના  વિકાસમાં અડચણ  બને છે.તે આપણા જનસાંખ્યિકી ફાયદાને શ્રાપમાં ફેરવી દેશે.અંગ્રેજી માધ્યમને કારણેજ  વર્ષોથી અભિનવ  સંસ્કૃતિમાંથી આપણે પશ્ચિમી દેશોની નકલ કરતાં નકલચી સંસ્કૃતિ બની ગયા છીએ.ભારતના  ગૌરવને પુનર્જીવિત કરવા અને તેને જ્ઞાનઆધારિત મૂળ અભિનવ સમાજ બનાવવાનો સમય સરકી જાય તે પહેલા એ જરૂરી છે કે આપણે આપણા બાળકોને  આપણી ભાષામાં શિક્ષણ આપીએ.

આનંદની વાત એ છે કે  કે ભા.જ.પ.  ૨૦૧૪ના  ચૂંટણી જાહેરનામામાં જણાવ્યાં પ્રમાણે   ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે નીચે આપેલા શબ્દોમાં વચન બદ્ધ છે. :”ભાષાઓ: ભારતીય ભાષાઓ આપણા સમૃદ્ધ સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, કલા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનો  ભંડાર છે. આપણી ઘણી બોલીઓ આપણા  વારસાને  જાણવાનો  મહત્વપૂર્ણ સ્રોત છે. ભાજપ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપશે અને તમામ ભારતીય ભાષાઓના વિકાસ માટે પગલાં લેશે, જેથી તેઓ જ્ઞાનઆધારિત સમાજ બનાવવા માટે એક શક્તિશાળી સાધન  બની શકે.”ઉપરોક્ત બાબતોને વાસ્તવિક બનાવવા એ જરુરી છે કે કાયદા દ્વારા માન્ય સમાન અવસર પ્રદાન કરી દરેક બાળક અને યુવાનોને સર્વોચ્ચ સ્તર સુધીની શિક્ષા  તેમજ વ્યવસાયિક અને ધંધાકીય શિક્ષણ ભારતીય ભાષાઓમાં મળી રહે તેવી  વ્યવસ્થા કરવી જરૂરી છે.જાહેર રોજગારમાં અગ્રતા ,શિષ્યવૃત્તિ , શૈક્ષણિક ઋણમાં વ્યાજ કટૌતી  વગેરેના પ્રસ્તાવથી ભારતીય ભાષાઓમાં શિક્ષણને  પ્રોત્સાહન મળી શકે.

તેથી અમો કેન્દ્ર સરકારને વિનતી કરીએ છીએ કે :

  • એક જાહેર નીતિ બનાવી એન્જિનિયરિંગ,તબીબી,કાનૂની,વ્યવસાયિક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જેવી  ઉચ્ચતમ સ્તર સુધીની  અન્ય શિક્ષા ને ભારતીય ભાષાઓમાં પ્રોત્સાહિત કરવા મોટે  પાયે અનુદાનિત કરવામાં આવે .
  • વ્યવહારિક તરીકો થી પોતાના આજીવિકા અને આર્થિક મુલ્ય વધારી પ્રત્યેક ભારતીય ભાષાને મહત્વાકાન્ક્ષી ભાષાઓના રૂપમાં પ્રોત્સાહિત કરવા એક જાહેર નીતિ બનાવવામાં આવે.દા.ત. ચીન માં તમામ ટેન્ડર્સ અને કોન્ટ્રાક્ટ,વિદેશી કંપનીઓ દ્વારા પણ,ચીની ભાષા માંજ હોવા જરૂરી છે જેને કારણે પૂરી દુનિયામાં ચીની ભાષા શીખવા હોડ લાગી છે.
  • સમાન નીતિઓ રચવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનુકૂળ સલાહ આપો ; અને
  • સુપ્રીમ કોર્ટ અને તમામ ઉચ્ચ ન્યાયાલયોને તાત્કાલિક અનુવાદ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી  સંપૂર્ણ રીતે  ભારતીય ભાષાઓમાં કાર્ય  કરવા માટે પ્રેરિત કરવામા આવે.

Leave a Reply