પ્રતિ,
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી,
નવી દિલ્હી.

વિષય : હિન્દૂઓના અતિલંબિત મૂળભૂત અધિકારોનું માંગણીપત્ર અને તેની ત્વરિત સરકારી વિચારણા અને શીઘ્ર અમલ વિશે.

પ્રસ્તાવના :

.અમે, સમગ્ર ભારતના વિવિધખુણાઓમાં વસતા હિન્દૂઓ (પરિશિષ્ટ-૧) કેટલાક સમયથી,હિન્દૂઓ ,હિન્દૂ સમાજ અને હિન્દૂમાન્યતાઓને પ્રતિકુળ અસર કરી રહેલ બંધારણીય,કાયદાકીય અને જાહેર સરકારી નીતિયો વિશે મનન કરી રહ્યા છીએ.પરિણામસ્વરુપ દિ. ૨૨ સપ્ટેમ્બર,૨૦૧૮ના રોજ  નવી દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં હિન્દૂ અધિકારોના હકપત્રનું પ્રારુપ રચાયું.

૨. વિશ્વસનીય પ્રયોગમૂલક ડેટા અને અનુભવના આધારે એવી માન્યતા વધતી જઈ રહી છે કે ભારતીય રાષ્ટ્ર હિંદુ ધર્મ અને અન્ય સ્થાનિક ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓને અનુસરતી દેશની મોટાભાગની વસ્તીને હતોત્સાહિત કરે છે.  બંધારણની કેટલીક કલમો જેવીકે  કલમ ૨૫ થી ૩૦ નું  કાયદાકીય અને શાશકીય અયોગ્ય અને આંશિક  વાંચન,અર્થઘટન અને અમલીકરણ જ નહિ પરંતુ કેટલાંયે બંધારણીય સુધારાઓ હિંન્દૂ અને હિન્દૂવિચારધારાને માટે હાનિકારક નીવડ્યા છે.પરિણામસ્વરૂપે બંધારણ,કાયદા અને જાહેરનીતિમાંનો  અનિચ્છનીય  બહુમતીવિરોધી  સ્વર એટલી હદસુધી વકર્યો છે કે :

(i) ફક્ત હિન્દૂઓનેજ તેમની શૈશણીક સંસ્થાઓને સરકારી હસ્તક્ષેપવિના સ્વયંસંચાલિત કરવાનો હક નથી

(ii)ફક્ત હિન્દ્દૂઓનેજ તેમનાં ધર્મસ્થળોના સ્વયંસંચાલનનો હક નથી

(iii) માત્ર હિંદુઓનેજ શિષ્યવૃત્તિ નકારવામાં આવી છે અને અન્ય લાભો ફક્ત બિન-હિન્દુઓ માટે ઉપલબ્ધ કરાયા છે; અને

(iv) ભારતીય રાષ્ટ્ર અને અદાલતો દ્વારા ફક્ત હિંદુ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ અને તહેવારોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે અને પ્રતિકૂળ રીતે દખલ કરવામાં આવે છે.

૩. ભારત રાષ્ટ્ર અને તેની એજન્સીઓનો  આ હિન્દૂઓ અને હિન્દૂવિચારધારા પ્રતિનો આ આંશિક અને લક્ષિત પ્રતિકુળ અભિગમ કાયદા સમક્ષ સમાનતા અને  કાયદાના સમાન સંરક્ષણના,જે બંધારણ સભાની પરિકલ્પના અને બંધારણમાંના મૂળભૂત સ્તંભ એવા પ્રજાસત્તાક અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની  વિરૂધ્ધ જાય છે.

૪. વિભાજનકારી મતદારજૂથ ,  સાંપ્રદાયિક રાજકારણ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના ખતરાને પ્રોત્સાહિત કરવા ઉપરાંત દેશમાં હિન્દૂ તરીકે  વર્ગીકૃત થવાથી  થતી કાયદાકીય અને નીતિવિષયક અપંગતા અને તેના  ગેરફાયદાઓ થી બચવા  હિન્દુ સમાજમાં વિવિધ વિભાગો દ્વારા બિન-હિંદુ અથવા લઘુમતી તરીકે વર્ગીકૃત થવા માટેનો શોર વધતો જાય છે. અગાઉનો રામકૃષ્ણ મિશન કેસ અને તાજેતરનો લિંગાયત મુદ્દો એ રાજ્યથી લદાયેલા આ અસ્વસ્થતાના  પ્રતિનિધિ ઉદાહરણો છે. જેનો વિદેશી રાજ પણ સંપૂર્ણ નાશ કરવામા નિષ્ફળ રહ્યાં,એવાં હિન્દૂ સમાજ અને હિન્દૂવિચારધારાને તોડવાના,અસ્થિર કરવાના અને નાશ કરવાના ભારત રાષ્ટ્રના આ અતિઉત્સાહથી સ્વાભાવિક રીતેજ હિન્દૂઓ હતોત્સાહિત છે.

૫. ભારતરાષ્ટ્રના આવા સ્પષ્ટ  હિંદુવિરોધી વલણને લીધે હિન્દુઓની વાસ્તવિક ફરિયાદોને અવગણવામાં આવે છે અને સ્વતંત્ર ભારતની તમામ ક્રમિક રાજ્ય તથા કેન્દ્ર સરકારો દ્વારા  તેમની સમસ્યાઓનું સમાધાન થતું નથી. પરિણામે હિન્દુ ધર્મ, દેશનો કહેવાતો બહુમતી ધર્મ હોવા છતાં,વર્ષોના વિદેશી દમનકારી શાશનોના સમયથી અને કદાચ હાલમાં તેનાથી પણ વધુ પીડાતો રહ્યો છે..બહારથી લદાયેલ આ અપંગતા હિન્દૂધર્મ ઉર્ફે સનાતન ધર્મને પુનર્જીવીત  કરી તેનાં પુનરોદ્ધાર અને આધુનિક સમયની  હિન્દૂઓની અધ્યાત્મિક અને અસ્થાયી જરૂરિયાતો પૂર્ણ કરવામા બાધિત બને છે જે  નિહિત તત્વોને લાભ પહોચાડી સનાતન ધર્મ અને દેશને વધુ ક્ષતિ પહોચાડે છે.

૬. આપણી સંસ્કૃતિ વિશેનું એક ગહન અવલોકન અહિ પ્રાસંગિક અને અગત્યનું છે:” હિન્દુ સંસ્કૃતિ હિન્દુસ્તાનનો જીવન-શ્વાસ છે. તેથી તે સ્પષ્ટ છે કે જો હિંદુસ્તાનને સુરક્ષિત રાખવું હોય તો,  આપણે પ્રથમ હિંદુ સંસ્કૃતિને પોષવું જોઈએ. જો હિન્દુ સંસ્કૃતિ હિન્દુસ્તાનમાં જ નાશ પામે, અને જો હિન્દુ સમાજ અસ્તિત્વમાં ન રહે તો શેષ રહેલ ભૂખંડને હિન્દૂસ્તાન કહેવું એ યોગ્ય નથીજ. માટીના ભૂખંડો માત્રથીજ રાષ્ટ્ર નથી બનતાં”

૭. જેના મૂળ સનાતનધર્મમાં સમાયેલ છે એવી આપણી સંસ્કૃતિના સાચા વારસદાર ,ટ્રસ્ટી. અને સંરક્ષક તરીકે ભારતરાષ્ટ્રની એ સાંસ્કુતિક  જવાબદારી છે કે એ આપણી આ સંસ્કૃતિનું રક્ષણ,જાળવણી,પાલન કરી આવનાર નવી પેઢિયોમાં તેનો પ્રચાર અને પ્રસાર  કરે.આથી,ઈતિહાસમાંના આ નિર્ણાયક સમયે બહુમતિવિરોધી અર્થાંત સંસ્કૃતિવીરોધી કાયદા અને જાહેર નીતીયોની હયાતી   આપણી સંસ્કૃતિ,આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ અને અમૂલ્ય વારસા માટે અપરિવર્તનીય નાશ નોતરી રહી છે..

૮. સનાતન ધર્મ એ સૌથી લાંબા  સમયથી ચાલી રહેલ આપણી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાના અવિરલ ઝરણાનું ઉદ્ભવસ્થાન છે, જેનું આપણને સાચું અભિમાન હોવું જરૂરી છે.સનાતન ધર્મ એ એકમાત્ર ધર્મ છે કે જે “એકમ સત વિપ્રા બહુદા વદન્તિ “ અને “વસુધૈવ કુટુમ્બકમ” જેવા સર્વોચ્ચ સિદ્ધાંતોનો ફક્ત ઉપદેશજ નહિ પરંતુ આચરણ અને અમલ પણ કરે છે. જો ભારત રાષ્ટ્ર તાત્કાલિક અને સતત સુધારાત્મક પગલાં લેવામાં અત્યંત તત્પરતા નહિ દાખવે તો એ કહેવું અતિશયોક્તિ નથી કે જે ગતિ થી સનાતન ધર્મનો ક્ષય થઇ રહ્યો છે તે જોતા તેને પૃથ્વીપરથી અદ્રશ્ય થતાં વાર નહિ લાગે.એટલેજ અમે એવા બુદ્ધિશાળી કાયદા અને જાહેરનીતિયો ઇચ્છીએ છીએ કે  જે આપણા ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સમજવામાં ડહાપણ દાખવી અને તેનાં ઉદ્ધાર અને પુનર્જાગરણ અર્થે પગલાં લઇ આપણી સંસ્કૃતિને ફરી ભવ્યતા અર્પે.

૯.    ઉપરોક્ત સંદર્ભમાં,ઉચિત વિચાર વિમર્શ કર્યા બાદ,નીચે જણાવેલ અમે સૌએ એકમતે સંકલ્પ કર્યો છે કે નીચે  સંક્ષિપ્તમાં જણાવેલ ખૂબજ અગત્ય ધરાવતી માંગણીઓ જે હિન્દૂઓને વાજબી  અને ન્યાયસંગત  બંધારણીય,કાયદાકીય અને જાહેર નીતિયોની ખાત્રી અપાવે,તેમજ  આવનાર  ૨૦૧૯ ની ચૂંટણી સમયે હિન્દૂઓની માંગણીઓને મહત્વ અપાઈ રહ્યું હોવાનો ઉત્સાહ જગાડે તે માટે ત્વરિત પગલાં લેવાની વિનંતી  કરવી.

૧૦. . આ હિન્દૂ અધિકાર માગણીપત્ર તેનાં જનક અને રજૂઆત કરનાર જૂથ સિવાયનાં અન્ય હિંન્દૂઓનો પણ ટેકો ધરાવે છે.

Leave a Reply